loader

Breaking News


Home > Gujarat > કેસર કેરી બોક્સના ભાવ ૧૦ દિવસ બાદ ૪૦૦ થી ૫૦૦ રૂપિયા થાય તેવી શક્યતા


Foto

કેસર કેરી બોક્સના ભાવ ૧૦ દિવસ બાદ ૪૦૦ થી ૫૦૦ રૂપિયા થાય તેવી શક્યતા

May 8, 2018, 2:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર :ગુજરાતમાં ઉનાળાની સીઝન આવતાં કેરીઓ બજારમાં દેખાતી થઈ જાય છે. ત્યારે ગુજરાતની પ્રખ્યાત અને જેના નામથી મોમાં પાણી આવી જાય એ કેશર કેરી હાલ પાટનગરમાં મોંઘીદાટ ૮૦૦ થી ૬૦૦ રૂપિયાના ભાવથી પેટીઓ અને સારી ક્વોલીટીમાં નરોડા ખાતે વેચાઈ રહી છે. ગુજરાતનું પાટનગર એટલે વેપારીઓ માટે લૂંટવા માટેનું આદર્શ સ્થળ કહો કે માંગ્યા ભાવ મળે તેવા ગ્રાહકોને લૂંટી શકાય એવું ગાંધીનગરનું મોંઘુનગર કહેવાય છે. ત્યારે હાલ કેસર કેરીના નામે ભેળસેળ વાળી અલગ એકરીઓ પણ બોક્સમાં પધરાવી દેનારા વેપારી કોઈ સૌરાષ્ટ્રમાંથી વેચવા નથી આવ્યા અહીં અમદાવાદથી માલ ભરીભરીને પાટનગરમાં ઠલવીને સૌરાષ્ટ્રની કેસરના બોક્સો છાપીને લોકોને કેસર કેરીનો માલ પધરાવી રહ્યા છે.

વાડી વેચ્વા વાળા મોટા ભાગના અમદાવાદના રોડ, રસ્તા પર લારીઓ ચલાવીને ફરતા વેપારીઓ વાહનો લઈને પાટનગરમાં પડાવ નાંખીને અમદાવાદ કરતાં ડબલ અથવા તો ૩૫ થઈ ૪૦ ટકા ભાવ વધારો લેવા આ જગ્યાને પ્રથમ પ્રાયોરીટી આપી રહ્યા છે. કેરીઓના ભાવ ઘટવાની જળરજસ્ત શરૂઆત થઈ ચુકી છે. હાલ અમદાવાદમાં ૫૦૦ થી ૬૦૦ રૂપિયામાં ૧૦ કિલો કેસર કેરીનું બોક્સ મળે છે. ત્યારે ગાંધીનગરમાં ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધી લૂંટ મચાવવા વેપારીઓએ કેસ તાંણી દીધા છે.

ગત વર્ષની તુલનાએ કેરીની સીઝન મોડી શરૂ થઇ છે. પરંતુ હવે બજારમાં આવક વધવાની સાથે બોક્સ દીઠ રૂ. ૧૦૦ થી ૪૦૦નો ભાવ ઘટાડો થયો છે. રાજ્યમાં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થયેલ છે. અમાદવાદ શહેરમાં રોજબરોજ ૭૦ જેટલી ટ્રકો કેરીની આવી રહી છે. જે પહેલાં ૧૫ થી ૨૦ આવતી હતી. જેને પગલે છૂટક બજારમાં ૯૦૦ થી ૧૦૦૦ સુધી વેચાતું કેસર કેરીનું બોક્સ ૫૦૦ થી ૬૦૦ રૂપિયા થઈ જાય તો નવાઈ નહીં અમદાવાદમાં હાલ કેરીનું બોક્સ ૫૦૦ થી ૭૦૦ રૂપિયામાં મળી રહ્યા છે. વેપારીઓના મતે હજુ ૧૫ થી ૨૦ મે સુધીમાં ૨૫ ટકા થી ૩૦ ટકા કેરીના ભાવો ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે. વેપારીઓના માટે ખાસ્સો ભાવ ઘટે તેવી શક્યતા સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની કેસર કેરીની આવક વધતાં ૧૦ કિલો કેરીનું બોક્સ ૪૦૦ થી ૫૫૦ રૂપિયા થઈ જશે અને આ ભાવથી પણ નીચે જાય તો નવાઈ નહીં.

નરોડા ફ્રુટ માર્કેટના એક વેપારી દ્વારા જણાવ્યા મુજબ ૫ દિવસ પહેલાં નરોડા ફ્રુટ માર્કેટમાં રોજની ૨૦ ટ્રક કેરીઓની આવતી હતી. જે આત્યારે રોજની ૭૦ થી ૮૦ ટ્રક આવતાં અને સૌરાષ્ટ્ર તથા કચ્છના માર્કેટ બજારમાં આનવતાં અને પૂરઝડપે માલની લીડીવરી કરતાં ઘડાકાભેર ભાવ ગગડે તેવી શક્યતા જોવાઈ રહી છે.