loader

Breaking News


Home > Gujarat > પ્રધાનમંત્રી મોદી અને નેતન્યાહુંએ Icreate સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું


Foto

પ્રધાનમંત્રી મોદી અને નેતન્યાહુંએ Icreate સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું

Jan. 17, 2018, 3:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી નેતન્યાહુએ આજે આઈક્રિયેટ નામનાં સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મને આનંદ છે કે ઇઝરાયેલનાં પ્રધાનમંત્રીની હાજરીમાં આ સંસ્થાની શરૂઆત થઇ રહી છે. તેઓએ ગુજરાત પધારવાના મારા આમંત્રણનો સ્વિકાર કર્યો અને પરિવાર સાથે અહી આવ્યા. અમે બંનેએ સાબરમતી આશ્રમનાં દર્શન કાર્ય તેમજ પતંગ પણ ચગાવી.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજથી લગભગ ૫૦ - ૬૦ વર્ષ પહેલાં અમદાવાદ શહેરના ઉદ્યોગપતિઓનાં પ્રયાસોથી એક ફાર્મસી કોલેજની શરૂઆત થઇ હતી. આ ફાર્મસી કોલેજે અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ફાર્મસી ક્ષેત્ર માટે એક મજબુત ઇકોસિસ્ટમ ઉભી કરી આપી. તેઓએ જણાવ્યું હતું કે જયારે ઘણાં વર્ષો પહેલાં મેં આઈક્રિયેટ લોન્ચ કરી ત્યારે તે સમયે પણ કહ્યું હતું કે હું આઈક્રિએટને ઈઝરાયેલ સાથે જોડવા માંગું છું. મારો આશય હતો કે ઇઝરાયેલનાં અનુભવનો લાભ તેમજ તેનાં સ્ટાર્ટ અપ એન્વાયરમેન્ટનો લાભ આ સંસ્થા તેમજ દેશનાં યુવાનોને મળે. અમે સમગ્ર દેશની સિસ્ટમને ઇનોવેશન ફ્રેન્ડલી બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.