loader

Breaking News


Home > Gujarat > વડાપ્રધાન મોદીએ દમણમાં એક હજાર કરોડની યોજનાઓ જાહેર કરી, દીવ - દમણ વચ્ચે હવાઈ સેવા શરુ થશે


Foto

વડાપ્રધાન મોદીએ દમણમાં એક હજાર કરોડની યોજનાઓ જાહેર કરી, દીવ - દમણ વચ્ચે હવાઈ સેવા શરુ થશે

Feb. 24, 2018, 3:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દમણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પહોંચ્યા હતા અને અહી લગભગ એક હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. અહી વડાપ્રધાન મોદીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઈપલાઈન, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન ઉપરાંત નગરપાલિકા બજારનું પણ ખાતમુહુર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજે બપોરે સુરતથી દમણ પહોંચ્યા હતા.

આ કાર્યક્રમ પછી જનસભાને સંબોધિત કરતા મોદીએ જણાવ્યું હતું કે આ આગાઉ દમણનાં ઇતિહાસમાં કોઈ દિવસ આટલી જનમેદની ઉમટી નહિ પડી હોય તેમજ વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાની યોજનાઓ લાગુ પાડવામાં નહિ આવી હોય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતનું એવું કોઇપણ રાજ્ય એવું નહિ હોય જેનો પરિવાર અહી રહેતો નાં હોય. દરેક લોકોએ દમણને પોતાનું ઘર બનાવ્યું છે. આજે દમણ લઘુ ભારત બની ગયું છે.