loader

Breaking News


Home > National > બિમસ્ટેક સંમેલનમાં સામેલ થવા નેપાળ પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી


Foto

બિમસ્ટેક સંમેલનમાં સામેલ થવા નેપાળ પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી

Aug. 30, 2018, 10:40 a.m.
      Whatsapp   

માનવમંત્રી, કાઠમંડુ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નેપાળની બેદિવસીય યાત્રા પર છે. તેઓ અહીં યોજનારા 14 માં બિમસ્ટેક સંમેલનમાં હાજરી આપશે। આ સંમેલન નેપાળનાં કાઠમંડુમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી બે ઓફ બંગાળ ઇનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશનની બેઠકમાં તમામ મુદ્દાઓ પર વાતચીત થશે. આ સમિટમાં આતંકવાદ, સુરક્ષાના વિવિધ ઉપાયો, ડ્રગ્સ તસ્કરી, સાયબર ક્રાઇમ, કારોબાર સહીત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે એકબીજાનો સહયોગ પણ મજબૂત બનાવવા પર ભાર મુકાશે.

બિમસ્ટેક સાત દેશોનો સમૂહ છે, જેના સભ્ય દેશોમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ છે. આ સમિટને લઈને વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ સભ્ય દેશો માટે ખુબ જ મહત્વપૂર્ણ સમિટ છે. આ વખતે આતંકવાદ સહીત આતંકી સંગઠનોના નેટવર્કને કઈ રીતે ખતમ કરવામાં આવે તેની ચર્ચા કરવામાં આવશે.