loader

Breaking News


Home > National > સિક્કિમના પ્રથમ એરપોર્ટનુ પ્રધાનમંત્રી મોદીએ કર્યું ઉદ્ઘાટન


Foto

સિક્કિમના પ્રથમ એરપોર્ટનુ પ્રધાનમંત્રી મોદીએ કર્યું ઉદ્ઘાટન

Sept. 24, 2018, 4:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સિક્કિમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના પ્રથમ એરપોર્ટનુ ઉદ્‌ઘાટન કર્યા બાદ રેલીને સંબોધતા કહ્યુ હતુ કે હવે પ્રવાસીઓની સંખ્યાંમાં રેકોર્ડ ગતિથી વધારો થશે. તેમણઁ કહ્યુ હતુ કે પહેલા પણ વસ્તી કરતા વધારે પ્રવાસીઓ આવતા હતા. હવે વધારે સંખ્યામાં લોકો પહોંચનાર છે. સિકિક્મમાં રહેલી ખુબસુરતીને જાવા માટે પહેલા પણ લોકો આવતા હતા. હવે ગતિ વધી જશે.

વધુમાં તેમણે કહ્યુ હતુ કે પ્રવાસને ખુબ વેગ મળશે. વિમાની કંપનીઓ ભારતમાં એન્ટ્રી કરવા માટે ઉત્સુક છે. નાના શહેરો પણ એરપોર્ટથી જાડાઇ રહ્યા છે. મોદીએ તેમન સરકારની વિકાસ કામગીરીની ફરી એકવાર વાત કરી હતી. રાજ્યના પ્રથમ પાક્યોંગ વિમાનીમથકનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ. આ એરપોર્ટ પાટનગર ગંગટોકથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે Âસ્થત છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન પવન કુમાર ચામલિંગ અને કેન્દ્રિય પ્રધાન નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ હાજર રહ્યા હતા. આ પહેલા મોદીએ એરપોર્ટનુ મોડલ નિહાળ્યુ હતુ.