loader

Breaking News


Home > National > ભાજપમાં નામથી નહીં, કામથી નેતૃત્વ થાય છે : પ્રધાનમંત્રી મોદી


Foto

ભાજપમાં નામથી નહીં, કામથી નેતૃત્વ થાય છે : પ્રધાનમંત્રી મોદી

Sept. 13, 2018, 12:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નમો એપનાં મધ્યમથી બુથ કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અજેય ભારત, અટલ ભારત, આ આપણી બધાની પ્રેરણાનું બિંદુ છે. આપણાં કાર્યકર્તાઓની મહેનત, સામર્થ્ય, પુરુષાર્થ અને સંકલ્પના કારણે જ આજે આપણે આ મુકામ પર પહોંચ્યા છીએ. મારા માટે આ સૌભાગ્યનો વિષય છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મૂળ જેટલા મજબૂત હશે વૃક્ષો તેટલા જ તાકાતવર અને મજબૂત હશે. મારા માટે સૌભાગ્યનો વિષય છે કે આજે ભારતીય જનતા પાર્ટીના મૂળોને સિંચાઈ કરીને તેને એક ઘટાદાર વૃક્ષ રૂપી પાર્ટી બનવનાર અનેક કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે મારો સંદેશો સાફ છે કે અત્યાર સુધીની વિજય યાત્રાએ સિદ્ધ કરી દીધું છે કે આપણી તાકાતનો મંત્ર મારુ બુથ, સૌથી મજબૂત છે. તેઓએ જણાવ્યું હતું કે ભાજપમાં નામથી નહીં પરંતુ કામથી નેતૃત્વ નક્કી થાય છે. બુથ સ્તરના કાર્યકર્તાઓને શીર્ષ નેતૃત્વની જવાબદારી સોંપવાનું કામ ફક્ત ભાજપ જ કરી શકે છે પછી ભલે તે પાર્ટી અધ્યક્ષ અથવા તો અલગ અલગ રાજ્યોના આપણા મુખ્યમંત્રીઓ હોય.