loader

Breaking News


Home > National > આજે કાશીમાં જન્મદિવસ મનાવશે PM મોદી, 500 કરોડની યોજનાઓ આપશે ભેટ


Foto

આજે કાશીમાં જન્મદિવસ મનાવશે PM મોદી, 500 કરોડની યોજનાઓ આપશે ભેટ

Sept. 17, 2018, 9:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વારાણસી : દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પ્રધાનમંત્રી મોદી આજે 68 વર્ષનાં થઇ ગયા છે. પોતના જન્મદિવસ નિમિતે તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રહેશે। આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક પણ તેમની સાથે રહેશે.

નરેન્દ્ર મોદી આજે વારાણસી પહોંચશે અને એક પ્રાથમિક શાળાનાં બાળકો સાથે વાતચિત કરવા સીધા નરુર ગામમાં જશે. આ શાળાને એક એનજીઓ રૂમ ટુ રીડથી સહાયતા મળે છે. આ ઉપરાંત પ્રધાનમનત્રી મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા - પાઠ પણ કરશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં મહાત્મા ગાંધી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે ડીએલડબ્લ્યુ પરિસરમાં ચર્ચા કરશે. PM મોદી મંગળવારે બનારસ હિન્દૂ યુનિર્વસિટીના એમ્ફીથિએટરથી કુલ 500 કરોડ રૂપિયાથી વધુ રકમની અલગ અલગ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.