loader

Breaking News


Home > National > PM મોદી આજથી ત્રણ દેશોનાં પ્રવાસે, એક્ટ ઇસ્ટ નીતિ પર મુકવામાં આવશે ભાર


Foto

PM મોદી આજથી ત્રણ દેશોનાં પ્રવાસે, એક્ટ ઇસ્ટ નીતિ પર મુકવામાં આવશે ભાર

May 29, 2018, 12:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દિવસ માટે ત્રણ દેશોના પ્રવાસ પર જશે. PM મોદી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુર જશે. આ પ્રવાસથી દેશની એક્ટ ઇસ્ટ નીતિને પ્રોત્સાહન મળશે. પ્રવાસ પહેલાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુર સાથે ભારતનાં મજબુત સબંધ છે. સિંગાપુરમાં તેઓ વાર્ષિક સુરક્ષા સંમેલન શાન્ગરી લા ચર્ચાને એક જુનના રોજ સંબોધિત કરશે.

વધુમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ સંમેલનને સંબોધન કરશે. ક્ષેત્રીય સુરક્ષા મુદ્દાઓ પર આ ભારતના વિચારો વ્યક્ત કરવાનો અવસર હશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પહોંચશે. આવતીકાલે ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત થશે.