loader

Breaking News


Home > National > સરદાર પટેલનું નામ લેવું પ્રધાનમંત્રી મોદીની મજબૂરી : કોંગ્રેસ


Foto

સરદાર પટેલનું નામ લેવું પ્રધાનમંત્રી મોદીની મજબૂરી : કોંગ્રેસ

Nov. 1, 2018, 9:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશને એકસૂત્રતામાં બાંધનારા આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિતે બુધવારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કરી હતી. કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહે આ મુદ્દે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ દિવસ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અબુલ કલામ આઝાદનું નામ નહોતા લેતા અને કોઈ દિવસ તેમનાં સ્મારકો પર જતા કોઈએ જોયા છે.

તેઓએ જણાવ્યું હતું કે મોદીજી દેર આયે દુરસ્ત આયે હવે તેઓ રાષ્ટ્રીય સ્તર પર છે એટલે તેઓની મજબૂરી છે ગાંધી અને સરદારનું નામ લેવું. જો કે સરદાર પટેલે જ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે સરદાર પટેલના યોગદાનને ભુલાવી નથી શકાતું. બીજી બાજુ બસપા સુપ્રીમો માયાવતીએ પણ આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.