loader

Breaking News


Home > National > પ્રધાનમંત્રી મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર બ્રેક લાગી, જાપાને અટકાવ્યું ફંડિગ


Foto

પ્રધાનમંત્રી મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર બ્રેક લાગી, જાપાને અટકાવ્યું ફંડિગ

Sept. 25, 2018, 12:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટો ઝાટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને ફંડિંગ કરનારા જાપાની કંપની જાપાન ઇન્ટનેશનલ કોઓપરેશન એજન્સીએ બુલેટ ટ્રેન નેટવર્ક માટેના ફંડિગને રોકી દીધું છે. જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું છે કે આ પ્રોજેક્ટ પર આગળ વધ્યા પહેલા દેશમાં ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે.

એક લાખ કરોડ રૂપિયાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો પાસેથી જમીન અધિગ્રહણનો મામલો વિવાદ પકડી રહ્યો છે. આ વિવાદને નજરમાં રાખતા જ્યાં કેન્દ્ર સરકારે એક સ્પેશ્યલ કમિટીની રચના કરી છે તો બીજી બાજુ જાપાની કંપનીએ ફંડ રોકીને જણાવ્યું હતું કે મોદી સરકારે પહેલાં ખેડૂતોની સમસ્યા ઉકેલવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટને 2022 સુધી પૂરું કરવાનો લક્ષ્યાંક છે ત્યારે હવે જાપાન દ્વારા યોજનાની ફંડિગ રોકાવવાથી આ લક્ષ્ય આગળ વધી છે.