loader

Breaking News


Home > National > પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરિસ્સામાં રેલી સંબોધિત કરી


Foto

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરિસ્સામાં રેલી સંબોધિત કરી

Sept. 22, 2018, 12:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ઓરિસ્સા : ઓરિસ્સાના એકદિવસીય પ્રવાસ પે પહોંચેલા નરેન્દ્ર મોદીએ તાલચેરમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ વિશાળ રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ રેલીએ પાછળની બધી રેલીઓના રેકોર્ડ તોડી નાંખ્યા છે, આ અપાર ભીડ ઓરિસ્સાના લોકોની ભાવનાઓને દર્શાવે છે.

મેં મુખ્યમંત્રી નવીન બાબુને ઓરિસ્સાની સાફ સફાઈને લઈને આગ્રહ કર્યો હતો પરંતુ આજ હું ફરી આવ્યો છું તો ફરીથી લોકોનાં સ્વાસ્થ્ય માટે ઓરિસ્સામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા માટે નવીન બાબુને આગ્રહ કરું છું. જયારે ભાજપ સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારે ખાતર પ્લાન્ટ પર તેજીથી કામ આગળ વધી રહ્યું છે. હું તમને વચન આપું છું કે તાલચેરમાં ખાતર પ્લાન્ટ નું નિર્માણ 36 મહિનામાં પૂરું થઇ જશે અને હું ફરી તેનું ઉદ્ઘાટન કરવા આવીશ.