loader

Breaking News


Home > Gujarat > ગુજરાતી સફાઈ કામદારોને PM મોદીએ સમય ના આપ્યો, રાહુલ ગાંધીએ સ્વિકાર્યું આવેદન પત્ર


Foto

ગુજરાતી સફાઈ કામદારોને PM મોદીએ સમય ના આપ્યો, રાહુલ ગાંધીએ સ્વિકાર્યું આવેદન પત્ર

Oct. 13, 2018, 4:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગુજરાતમાંથી સફાઈ કામદારોની પડતર માંગણીઓ લઈને એક મહિના પહેલા યોજાયેલ દિલ્હીની પદયાત્રા પૂર્ણ થઇ છે. વાલ્મિકી સંગઠનના આગેવાન લાલજી ભગત દ્વારા આ પદયાત્રા યોજાઈ હતી. તેઓએ પોતાની પડતર માંગણીઓને લાઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવા માટે દિલ્હી સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ લોકોને મળવા માટેનો સમય આપ્યો નહોતો.

આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આવેદનપત્ર આપવા ગયા હતા. રાહુલ ગાંધીએ એક સાચા જનસેવકની અદાથી લાલજી ભગત સહીત પદયાત્રીઓની રજૂઆત સાંભળી હતી અને આગળ કાર્યવાહી કરવા ખાતરી પણ આપી હતી. વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સમય ના આપીને સમગ્ર સમાજનું અપમાન કર્યું છે. તેઓએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની પણ તૈયારી આદરી છે.