loader

Breaking News


Home > National > રવાંડાનાં ઐતિહાસિક પ્રવાસ પર PM મોદી, ટૂંક સમયમાં ખુલશે ભારતીય દુતાવાસ


Foto

રવાંડાનાં ઐતિહાસિક પ્રવાસ પર PM મોદી, ટૂંક સમયમાં ખુલશે ભારતીય દુતાવાસ

July 24, 2018, 10:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રવાન્ડાનાં બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ પોલ કાગ્મે સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને વેપાર તેમજ કૃષિ ક્ષેત્રમાં સહયોગ મજબુત કરવા માટેના ઉપાયો વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ રવાંડાને ૨૦ કરોડ ડોલર આપવાની વાત પણ કરી હતી.

રાષ્ટ્રપતિ કામગે સાથેની ચર્ચા બાદ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત તું સમયમાં પોતાનું દુતાવાસ રવાંડામાં શરુ કરશે. મીડિયાને આપેલા એક સંયુક્ત નિવેદનમાં મોદીએ જણાવ્યું હતું કે અમે રવાંડામાં એક ઉચ્ચઆયોગ શરુ કરવા જઈ રહ્યા છીએ તેનાથી બંને સરકારો વચ્ચે ફક્ત સંવાદ સ્થાપિત જ નહી થાય પરંતુ વેપાર સંબધી, પાસપોર્ટ, વિઝા માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ થશે.