loader

Breaking News


Home > National > જોધપુરમાં કોણાર્ક મેમોરિયલ પહોંચ્યા PM મોદી, પરાક્રમ પર્વનું કરશે ઉદ્ઘાટન


Foto

જોધપુરમાં કોણાર્ક મેમોરિયલ પહોંચ્યા PM મોદી, પરાક્રમ પર્વનું કરશે ઉદ્ઘાટન

Sept. 28, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, જોધપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોધપુર પહોંચ્યા છે. ડિફેંસ એરપોર્ટ પર મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી જોધપુરમાં પરાક્રમ પર્વ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. જમ્મુ અને કાશ્મીર નિયંત્રણ રેખાની પાર જઈને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની વરસીએ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. જોધપૂરમાં સૈન્ય સ્ટેશનમાં આયોજિત પ્રદર્શનમાં સૈન્યની બહાદુરી અને દેશનિર્માણમાં તેમનાં યોગદાનને પ્રદર્શિત કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર ભારતીય સૈન્ય તરફથી પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ પર કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકની બીજી વરસી ઉજવવાનો કાર્યક્રમ રાખવમાં આવ્યો છે. તેને પરાક્રમ પર્વ નામ આપવામાં આવ્યું છે. જોધપુર, જેસલમેર, અમદાવાદ અને ભુજ સ્ટેશન પર પ્રદર્શન રાખવામાં આવ્યું છે.