loader

Breaking News


Home > National > નોઇડામાં બની વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, PM મોદી કરશે ઉદ્ઘાટન


Foto

નોઇડામાં બની વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, PM મોદી કરશે ઉદ્ઘાટન

July 9, 2018, 9:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નોઇડા : દિલ્હી નજીક નોઇડામાં સેમસંગ દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી બનાવવા જઈ રહી છે . કન્ઝયુમર ઇલેક્ટ્રોનીક્સનાં મામલે દુનિયાની સૌથી મોટી ફેક્ટરી હોવાનો ટેગ ચીન, દક્ષીણ કોરિયા કે અમેરિકા પાસે નહિ પરંતુ ઉત્તર પ્રદેશનાં શહેર નોઇડાને મળવા જઈ રહ્યો છે. નોઇડાનાં સેક્ટર ૮૧ માં સ્થિત સેમસંગ ઇલેક્ટ્રોનીક્સની ૩૫ એકરમાં ફેલાયેલી આ ફેક્ટરીનું ઉદ્ઘાટન PM મોદી અને દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મુન - જે -ઇન આજે કરશે. તેમનાં હેલીકોપ્ટરને ઉતારવા માટે ફેક્ટરીની નજીક જ હેલીપેડ બનાવવામાં આવ્યું છે. મુન રવિવારે જ દિલ્હી પહોંચી ગયા હતા

દેશમાં ૧૯૯૦ નાં દશકની શરૂઆતમાં પ્રથમ ઈલેક્ટ્રોનિક નિર્માણ કેન્દ્ર સ્થાપિત થયું જેમાં ૧૯૯૭ માં ટીવી બનવાનું શરુ થયું. હાલની મોબાઈલ ફેક્ટરી ૨૦૦૫ માં બનાવવામાં આવી હતી. ગયા વર્ષે જુનમાં દક્ષિણ કોરિયાઈ કંપનીએ ૪,૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરીને નોઇડા પ્લાન્ટનું વિસ્તાર કરવાનો નિર્ણય લીધો હતો જેનાં એક વર્ષ પછી નવી ફેક્ટરી હવે બેગણું ઉત્પાદન કરવા તૈયાર છે.