loader

Breaking News


Home > National > મોદી સરકારનાં ચાર વર્ષ પુરા, આજે કટકમાં રીપોર્ટ કાર્ડ રજુ કરશે પ્રધાનમંત્રી


Foto

મોદી સરકારનાં ચાર વર્ષ પુરા, આજે કટકમાં રીપોર્ટ કાર્ડ રજુ કરશે પ્રધાનમંત્રી

May 26, 2018, 10:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કટક : કેન્દ્રમાં મોદી સરકારનાં આજે ચાર વર્ષ પુરા થઇ ગયા છે. આ પ્રસંગે ભાજપ અને મોદી કેબિનેટનાં મંત્રી સરકારની સિદ્ધિઓ જનતા વચ્ચે પહોંચાડશે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાની સરકારનું રીપોર્ટ કાર્ડ રજુ કરશે.

પીએમ મોદી ઓરિસ્સાથી કટક પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકારનાં ચાર વર્ષ પુરા થવા પર પ્રધાનમંત્રી અહી પોતાનું રીપોર્ટ કાર્ડ રજુ કરશે. પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ માટે શહેરનાં બાલીયાત્રા મેદાનમાં તૈયારી ખત્મ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આ મેદાનમાં જનસભાબે સંબોધન કરશે.

બીજી બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં હાજર રહેશે. તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારની સિદ્ધિઓનાં વખાણ કરશે. આ ઉપરાંત મોદી કેબિનેટનાં અલગ અલગ મંત્રીઓ પોતાના વિભાગો અને મંત્રાલયોનાં લેખા જોખા રજુ કરશે.