loader

Breaking News


Home > National > પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ મે નાં રોજ જશે રશિયાનાં પ્રવાસે, પુતિન સાથે યોજાશે બેઠક


Foto

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ મે નાં રોજ જશે રશિયાનાં પ્રવાસે, પુતિન સાથે યોજાશે બેઠક

May 17, 2018, 3:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી ૨૧ મેએ રશિયાના પ્રવાસે જશે. ત્યાં સોચી શહેરમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર મંત્રણા કરશે. પુતિને આપેલા આમંત્રણને માન આપીને મોદી રશિયા જવાના છે, એવું વિદેશ મંત્રાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

મોદી અને પુતિન આંતરરાષ્ટ્રીય બાબતો અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરશે. આ મંત્રણાનો હેતુ બંને દેશ વચ્ચેની વિશિષ્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત બનાવવાનો છે. બંને નેતાઓ સંબંધિત આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી પ્રાથમિકતાઓ તથા દ્વિપક્ષી બાબતો અંગે ચર્ચા કરશે. ભારત અને રશિયા વચ્ચે ઉચ્ચ સ્તરે નિયમિત મસલત ચાલુ રાખવાની પરંપરાને ધ્યાનમાં રાખીને મોદી અને પુતિન વચ્ચે અનૌપચારિક શિખર મંત્રણા યોજવામાં આવનાર છે.