loader

Breaking News


Home > Gujarat > વડાપ્રધાન મોદીનાં ગઢ ગુજરાતમાં ભાજપની સરકાર પડવાના દેખાયા આસાર


Foto

વડાપ્રધાન મોદીનાં ગઢ ગુજરાતમાં ભાજપની સરકાર પડવાના દેખાયા આસાર

Feb. 9, 2018, 5:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં ભાજપને 99 સીટો સાથે ફરી સરકાર બનાવવાની તક મળી હતી. સતત 22 વર્ષથી સત્તા સંભાળતી ભાજપને આ વખતની વિધાનસભા ચુંટણીમાં જીત મેળવવા ઘણી મહેનત કરવી પડી હતી. જો કે તે સખત મહેનત બાદ પણ ભાજપ માત્ર 99 સીટો પર અટકી ગઇ હતી. ગુજરાતમાં કોંગ્રેસ ભલે સત્તા મેળવવામાં અસફળ રહી હોય પરંતુ તેને ઓછા અંતરની હાર, બતાવે છે કે ભાજપ માટે આવનારા દિવસો કેટલા મુશ્કેલીભર્યા રહેશે.
ગુજરાતમાં ઘણી એવી સીટો હતી જ્યા ભાજપની જીતનો અંતર ઘણો ઓછો રહ્યો છે. અહી થયેલ ચુંટણીમાં પણ ભાજપ પર ઇવીએમમાં ગડબડી કરવાનો આક્ષેપ લાગ્યો હતો. જો કે આ વખતની ચુંટણીમાં અમુક સીટો પર ઇવીએમથી ધાંધલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર બની ગઇ છે પરંતુ આ સમગ્ર ચુંટણીનાં નિર્ણયનાં વિરોધમાં હાઇકોર્ટમાં અલગ-અલગ લોકો દ્વારા 20 પિટિશન કરવામાં આવી છે. આ પિટિશનમાં 5 હજારથી ઓછા અંતરે જીતેલ સીટોનાં નિર્ણયને પડકાર આપવામાં આવેલ છે. આરોપ મુજબ આ સીટો પર ચુંટણી પ્રક્રિયામાં ધાંધલી કરવામાં આવેલ છે.


વડાપ્રધાન મોદીનાં ગઢ કહેવાતા ગુજરાતમાં ભાજપને જીત મેળવ્યા બાદ ફરી સત્તા-ફેર થવાનો ડર લાગે તે હવે સ્વાભાવિક છે. 20 સીટો પર કરવામાં આવેલ પિટિશન પર થોડા દિવસોમાં સુનવણી થવાની સંભાવનાઓ છે. કેસની સુનવણી થતા જો 20 સીટો પર ફરી ચુંટણી થાય તો સત્તા પરિવર્તન દેખાય તેવી પૂરી શક્યતાઓ છે તેવું સુત્રો જણાવી રહ્યા છે.