loader

Breaking News


Home > National > PM મોદીના ભાષણને કોંગ્રેસે છેલ્લું ભાષણ ગણાવી કર્યા આકરા પ્રહાર


Foto

PM મોદીના ભાષણને કોંગ્રેસે છેલ્લું ભાષણ ગણાવી કર્યા આકરા પ્રહાર

Aug. 15, 2018, 4:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : 72 માં સ્વતંત્રતા દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી લગભગ 82 મિનિટનું ભાષણ આપ્યું હતુ. આ ભાષણમાં પ્રધાનમંત્રીએ દેશની જનતાને પોતાના ચાર વર્ષ દરમિયાન કરેલા કાર્યોનો હિસાબ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચાર વર્ષમાં દેશ પરિવર્તન જોઈ રહ્યો છે. આકાશ, પૃથ્વી, લોકો તેમજ ઓફીસ બધું જ પહેલા જેવું છે પરંતુ દેશ બદલાઈ રહ્યો છે.

પીએમ મોદીએ પોતાના કાર્યકાળમાં કરવામાં આવેલ વિકાસ કામોની તુલના યુપીએ સરકારનાં કાર્યકાળ સાથે કરી કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે જો અમે યોજનાઓ પર ૨૦૧૩ ની ગતિએ કામ કરીએ તો તેને પૂરું કરવામાં પેઢીઓ લાગી જતી. જો કે આ બાબતે હવે રાજકીય રંગ પકડ્યો છે.

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી ભાષણ હતું અને આ છેલ્લું ભાષણ હતું. 2019 માં ભાજપના નેતા ઝંડો નહીં ફરકાવે. કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ચાર વર્ષમાં કામ થયું તે સારી વાત છે પરંતુ પહેલાના યોગદાનને કઈ રીતે ભૂલી શકાય.

કોંગ્રેસે નરેન્દ્ર મોદીના આ ભાષણને દમ વગરનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી પોતાના છેલ્લાં ભાષણમાં રાફેલ, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને નફરતના માહોલ પર સત્ય બોલ્યા હોત તો સારું રહેત.