loader

Breaking News


Home > National > કરુણાનિધિનાં અંતિમ દર્શન માટે ભારે ભીડ, થોડીવારમાં પહોંચશે PM મોદી


Foto

કરુણાનિધિનાં અંતિમ દર્શન માટે ભારે ભીડ, થોડીવારમાં પહોંચશે PM મોદી

Aug. 8, 2018, 9:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ચેન્નાઈ : દક્ષિણની રાજનીતિના પિતામહ ગણાતા ડીએમકે પ્રમુખ એમ. કરુણાનિધિ હવે આ દુનિયામાં નથી રહ્યાં. મંગળવાર સાંજે ૬:૧૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનાં નિધન બાદ સમગ્ર રાજ્યમાં તેમનાં સમર્થકો ઘેર શોકમાં છે અને રડી રડીને ખરાબ હાલતમાં છે. કરુણાનિધિનાં નિધન સાથે જ દેશનાં તમામ દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપ[અતિ વૈકેયા નાયડુ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ સહીત ઘણી હસ્તીઓએ ટ્વીટ કરીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે કરુણાનિધિના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ચેન્નાઈ પહોંચશે તેમજ અન્ય નેતાઓ પણ ચેન્નાઈ પહોંચી શકે છે.