loader

Breaking News


Home > National > રોજગાર પર PM મોદીનું નિવેદન, નોકરીઓનાં ચોક્કસ આંકડા નથી ઉપલબ્ધ


Foto

રોજગાર પર PM મોદીનું નિવેદન, નોકરીઓનાં ચોક્કસ આંકડા નથી ઉપલબ્ધ

July 3, 2018, 10:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષ રોજગાર મુદ્દે પોતાની ઇચ્છા અનુસાર એક તસ્વીર બનાવી રહ્યા છે કેમ કે અમારી પાસે નોકરીઓનાં ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નોકરીઓ અછત કરતાં નોકરીઓ પર આંકડાની અછત મોટી સમસ્યા છે. વિપક્ષી દળો સ્વાભાવિકપણે આ મોકાનો ઉપયોગ પોતાની મરજીથી તસ્વીર બનાવવામાં અને અમારા પર આરોપ મુકવા માટે કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેટલા લોકોને નોકરી મળી તે જાણવાની પારંપરિક રીત નવા ભારતની નવી અર્થ વ્યવસ્થામાં નવા રોજગાર માપવા માટે પર્યાપ્ત નથી. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે આ આપણા યુવાનોનાં હિતો અને આકાંક્ષાઓ પૂરી કરવામાં અસમર્થ છે.