loader

Breaking News


Home > National > રાહુલ ગાંધીનાં ભોપાલ રોડ શો પહેલા ભાજપનાં કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટીનાં પોસ્ટરો ઉતાર્યા


Foto

રાહુલ ગાંધીનાં ભોપાલ રોડ શો પહેલા ભાજપનાં કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટીનાં પોસ્ટરો ઉતાર્યા

Sept. 17, 2018, 9:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ભોપાલ : મધ્યપ્રદેશમાં આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી થવાની છે જેને ધ્યાને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ભોપાલમાં રોડ શો કરવાનાં છે. સુત્રોનાં જણાવ્યા મુજબ જેને લઇને કોંગ્રેસ પાર્ટીએ પૂરી તૈયારીઓ કરી દીધી છે. રાહુલ ગાંધીની આ યાત્રાનાં વિરોધમાં ભાજપનાં કાર્યકર્તાઓએ રોડ-ર્તા પર લાગેવાલ કોંગ્રેસનાં પોસ્ટરો નીકાળી દીધા છે. જેને લઇને કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે.



કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભોપાલમાં આજે રોડ શો કરવાનાં છે. તે પહેલા ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસનાં પોસ્ટરોને નીકાળી દેતા વિવાદ સર્જાયો છે. આ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓનું કહેવું છે કે ભાજપ હવે તાનશાહી વલણ દેખાડી રહ્યુ છે. તેમણે વધુમાં કહ્યુ કે, આ રાજ્યમાં અમારી પાર્ટીની સરકાર ન હોય તો શું અમે અહી પોસ્ટર પણ ન લગાવી શકીએ? કોંગ્રેસ કાર્યકર્તાઓએ કહ્યુ કે, એક તરફ તરફ શિવરાજસિંહ ચૌહાણ સરકાર રાજયમાં કાયદો વ્યવસ્થા સુઘડ હોવાનું કહી રહી છે અને બીજી તરફ તેમના જ કાર્યકર્તાઓ આ પ્રકારની ગુંડાગર્દી કરતા રહે છે.