loader

Breaking News


Home > Bollywood > Valentine Girlનાં નામે ઓળખાઇ રહેલી પ્રિયા પ્રકાશનો નવો વીડિયો થયો લીક


Foto

Valentine Girlનાં નામે ઓળખાઇ રહેલી પ્રિયા પ્રકાશનો નવો વીડિયો થયો લીક

Feb. 14, 2018, 5:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : Valentine Girlનાં નામે ઓળખાઇ રહેલી પ્રિયા પ્રકાશ વારિયરે દેશનાં દરેક યુવા વર્ગને પોતાની મનમોહક અદાથી આકર્ષીત કર્યા છે. તેની આવનારી ફિલ્મ Oru Adaar Loveનાં એક ગીત દરમિયાન તેણે આ મનમોહક અદાઓ આપી લાખો દિલોને જીતી લીધા છે.




મલયાલમ ફિલ્મની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર આજે ઇંટરનેટનો સૌથી ચર્ચીત ચહેરો બની ગયેલ છે. તે આવનારી ફિલ્મ Oru Adaar Loveથી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. જો કે આ ફિલ્મ સિનેમાઘરો સુધી પહોચે તે પહેલા પ્રિયા દેશમાં સેલિબ્રિટી બની ગઇ છે. વેલેંટાઇન ડેનાં દિવસે તેની ફિલ્મનો એક ટીઝર રીલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ક્લાસ-રૂમમાં તેના સાથી એક્ટર મોહમ્મદ રોશન સાથેની તેની કેમેસ્ટ્રી સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ વીડિયોમાં પણ બંન્ને સ્ટાર ક્લાસરૂમમાં ઇશારો-ઇશારોમાં રોંમાન્સ કરતા નજરે ચડે છે. વેલેંટાઇન ડેનાં દિવસે રિલીઝ થયેલ આ વીડિયોમાં પ્રિયા ફરી કાતીલ અદા દેખાડી રહી છે. ક્લાસરૂમમાં ઉતારેલ આ વીડિયોમાં પ્રિયા તેના બોયફ્રેંડને ફ્લાઇગ કિસ કરતી દેખાઇ રહી છે.