loader

Breaking News


Home > Bollywood > ફિલ્મ ભારતને કરવાની ના પાડ્યા બાદ ક્રિશ-4માં દેખાશે પ્રિયંકા ચોપડા


Foto

ફિલ્મ ભારતને કરવાની ના પાડ્યા બાદ ક્રિશ-4માં દેખાશે પ્રિયંકા ચોપડા

Aug. 27, 2018, 12:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા અને સોશિયલ મીડિયા પર છવાયેલી પ્રિયંકા ચોપડા સલમાન ખાન સાથે ભારત ફિલ્મને કરવાની ના પાડ્યા બાદ રિતિક રોશન સાથે ક્રિશ-૪ ફિલ્મમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. તેની પાસે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે સ્વીકારી લઇને તમામને ચોંકાવી ચુકી છે.



હાલમાં પ્રિયંકા ચોપડાએ બોલિવુડનાં સૌથી મોટા સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી ચુકી છે. તેની પસંદગી ભારત ફિલ્મ માટે કરવામાં આવી હતી. તેને નાણાં પણ આપવામાં આવ્યા હતા. જો કે તે હવે ફિલ્મમાંથી નિકળી ગઇ છે. તે લીડ અને મોટા રોલ કરવાની ઇચ્છા ધરાવે છે. ભારત છોડી ચુકેલી પ્રિયંકા સામાન્ય રીતે હવે હોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં નિક જોનસની સાથે સગાઇનાં પ્રસંગે પણ તે ચર્ચામાં રહી હતી. સગાઇ અને રોકાનાં ફોટા જારી કરવામાં આવ્યા છે. સગાઇની વિધી પૂર્ણ કર્યા બાદ પ્રિયંકા ચોપડા ધ સ્કાય ઇઝ પિન્ક નામની ફિલ્મનું શુટિંગ શરૂ કરી ચુકી છે.

હવે અહેવાલ એવા પણ મળ્યા છે કે પ્રિયંકા ચોપડા ક્રિશ-૪ ફિલ્મમાં રિતિક રોશન સાથે નજરે પડનાર છે. પ્રિયંકા હવે એક ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે છે. જેથી રાકેશ રોશનને પણ લાગુ રહ્યુ હતુ કે તે દેશી ફિલ્મમાં હવે કામ કરશે નહી. જો કે તે ફિલ્મ કરવા માટે રાજી થઇ ગઇ છે. પ્રિયંકા ચોપડાએ જુની મિત્રતાને જાળવી રાખીને ફિલ્મ કરવા માટેની તૈયારી દર્શાવી છે.