loader

Breaking News


Home > Bollywood > પ્રિયંકા ચોપરાએ કર્યો મોટો ખુલાસો, ડ્રીમ રોલ માટે હજુ પણ રાહ જોઇ રહી છું


Foto

પ્રિયંકા ચોપરાએ કર્યો મોટો ખુલાસો, ડ્રીમ રોલ માટે હજુ પણ રાહ જોઇ રહી છું

Aug. 7, 2018, 1:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડની સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ છેલ્લા કેટલાક સમયથી હોલિવુડ તરફ પ્રયાણ કર્યુ છે. જો કે તેનો અર્થ એવો નથી કે તે બોલિવુડની ફિલ્મોમાં દેખાશે નહી. પ્રિયંકા ગઇકાલે સોમવારે દિલ્હીમાં એક ઇવેન્ટમાં આવી હતી.

તે દરમિયાન તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મારા 15 વર્ષનાં ફિલ્મી કેરિયરમાં મને હજુ પણ ડ્રીમ રોલ ઓફર થયો નથી.




પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, મે મારા ફિલ્મી કેરિયરમાં નેગેટિવ, રોમાંટિક જેવા દરેક રોલ પ્લે કર્યા છે, પરંતુ હજુ પણ મને મારા ડ્રીમ રોલની શોધ છે. તમને જાણીને નવાઇ લાગશે કે પ્રિયંકાનો ડ્રીમ રોલ એક પુરુષનો અભિનય કરવાનુ છે. તેણે કહ્યુ કે, મને આજદિન સુધી કોઇ પુરુષનો રોલ મળ્યો નથી.

જો મને તે રોલ મળશે તો હુ તે ખુશી ખુશી કરીશ. તેટલુ જ નહિ તેણે પોતાની ન્યૂયોર્કનાં જીવન અંગે કહ્યુ કે, ન્યૂયોર્કમાં રહીને ત્યાનાં થિએટર પ્રોડક્શનથી હુ ઘણી પ્રભાવિત થઇ છુ. દેશી ગર્લની આવનારી હોલીવુડ ફિલ્મ ‘ઈજન્ટ ઇટ રોમાટિંક’માં રિબેલ વુમેન્સની સાથે નજરે ચઢશે. બોલીવુડની વાત કરીએ તો પ્રિયંકા બોલીવુડની ફિલ્મ ‘સ્કાઇ ઇઝ પિંક’માં ખાસ રોલમાં જોવા મળશે.