loader

Breaking News


Home > Bollywood > પ્રિયંકા ચોપડા હવે ગુજરાતી ફિલ્મ પણ બનાવવા ઇચ્છુક


Foto

પ્રિયંકા ચોપડા હવે ગુજરાતી ફિલ્મ પણ બનાવવા ઇચ્છુક

Sept. 11, 2017, 1:34 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે ગુજરાતી સહિત અન્ય જુદી જુદી ભાષાની ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. ગુજરાતી ઉપરાંત મલયાલમ અને આસામી ભાષાની ફિલ્મ બનાવવાની તેની યોજના છે.

આ અંગેની માહિતી પ્રિયંકા ચોપડાની માતા અને ફિલ્મ કંપનીના વડા મધુ ચોપડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જુદી જુદી ભાષામાં ફિલ્મો બનાવવા માટે ઇચ્છા ધરાવનાર પ્રિયંકા ચોપડાના બેનર પર્પલ પેબ પિક્ચર દ્વારા આ અંગેની તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારના દિવસે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ભાગરૂપે આયોજિત એક કાર્યક્રમમાં મધુએ આ મુજબની વાત કરી હતી. ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં પ્રિયંકા ચોપડાના બેનર દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ જે નેપાળી ભાષાની છે તે દર્શાવવામાં આવી હતી.

મધુએ કહ્યુ હતુ કે હવે અમે આસામી ફિલ્મ નિર્માતા સાથે કામ કરી રહ્યા છીએ.

ભોજપુરી, મરાઠી, પંજાબી ભાષાની ફિલ્મ બનાવી લીધા બાદ હવે પ્રથમ બંગાળી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મ તૈયાર કરી લેવામાં આવ્યા બાદ હવે તેને અંતિમ ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. બંગાળી ફિલ્મ ઇતિહાસ પર આધારિત છે. રવિન્દ્રનાથ ટાગોરની પટકથા છે. તેમના ભાઇ સાથે જ્યારે તેઓ રોકાયા ત્યારે મહારાષ્ટ્રમાં એક યુવતિના પ્રેમમાં તેઓ પડ્યા હતા. આ બેનર હવે મલયાલમ અને ગુજરાતી ભાષાની ફિલ્મો પણ બનાવનાર છે. ટુંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી શકે છે. પ્રિચંકા ચોપડા હાલમાં હિન્દી ફિલ્મો ખુબ ઓછી કરી રહી છે.