loader

Breaking News


Home > Bollywood > પ્રિયંકા ચોપરા હવે પી.ટી.ઉષાની બાયોપિકમાં જોવા મળશે


Foto

પ્રિયંકા ચોપરા હવે પી.ટી.ઉષાની બાયોપિકમાં જોવા મળશે

June 12, 2018, 12:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકપ્રિય બોક્સર મેરી કોમની લાઇફ પર બનેલી ફિલ્મમાં ભૂમિકા અદા કરીને તમામનુ ધ્યાન ખેંચનાર પ્રિયંકા ચોપડા હવે વધુ એક બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે પીટી ઉષાની ભૂમિકા અદા કરનાર છે.




પીટી ઉષાની લાઇફ પર ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. પ્રિયંકા પોતાની કેરિયરમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહી છે. રિપોર્ટસ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે પીટી ઉષાના રોલમાં કામ કરવા માટે તૈયાર છે. મેકર્સ પ્રિયંકા ચોપડાને ફિલ્મનો હિસ્સો બનાવવા માટે તૈયાર છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવનાર છે. અહેવાલ એવા પણ છે કે બેવોચની સ્ટાર અભિનેત્રી ઉપરાંત ફિલ્મમાં લોકપ્રિય સંગીતકાર એઆર રહેમાન પણ પ્રિયંકાનો સંપર્ક કરી ચુક્યા છે. જો કે રહેમાન અને પ્રિયંકા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.