loader

Breaking News


Home > Bollywood > પ્રિયંકા ચોપરાનો સાસુ સાથે નાચતો ફોટો થયો વાયરલ


Foto

પ્રિયંકા ચોપરાનો સાસુ સાથે નાચતો ફોટો થયો વાયરલ

Oct. 30, 2018, 12:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથે જલ્દી જ લગ્ન કરવાની છે. જો કે તેની લગ્ન તારીખને લઇને હજુ સંસ્પેન્સ છે. તે પહેલા પ્રિયંકા અને તેની સાસુ એક સાથે ન્યુયોર્કમાં ડાંસ કરતા જોવા મળ્યા હતા.



પ્રિયંકા હાલમાં બેચલર લાઇફની મજા માણી રહી છે. પ્રિયંકાનો બ્રાઇડલ શાવર પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમા તે તેની સાસુ સાથે ડાંન્સ કરતી નજરે ચઢી હતી. પાર્ટીમાં તેણે ખૂબ મજા કરી અને સાથે ડાંન્સની ધમાલ પણ કરી હતી. ખાસ વાત એ રહી કે, પાર્ટીમાં પ્રિયંકાની માં મધુ ચોપડા અને તેની સાસુએ મન ખોલીને ડાંસ કર્યો હતો. સુત્રોનાં જણાવ્યા મુજબ આ પાર્ટીમાં પ્રિયંકાએ તેના ખાસ દોસ્તોને આમંત્રણ આપ્યુ હતુ. પાર્ટીમાં પ્રિયંકા સફેદ રંગનાં ડ્રેસમાં ખૂબ સુંદર દેખાઇ રહી હતી.