loader

Breaking News


Home > Bollywood > દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની સગાઇની તૈયારીઓ શરૂ, જુઓ ફોટા


Foto

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની સગાઇની તૈયારીઓ શરૂ, જુઓ ફોટા

Aug. 18, 2018, 12:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે સગાઇ કરવા જઇ રહી છે તેવાં સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર પ્રિયંકા તેના બોય ફ્રેન્ડ નિક જોનાસ સાથે સગાઇનાં બંધનમાં બંધવા જઇ રહી છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર પ્રિયંકાનાં ઘરમાં સવારથી જ સગાઇને લઇને ભાગદૌડ થઇ રહી છે. આ પહેલા પ્રિયંકા અને નિક જોનાસને શુક્રવારની રાતે મુંબઇનાં જેડબ્લ્યૂ મૈરિયટમાં સાથે ડિનર લેતા જોવામાં આવ્યા છે.




પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં અફરની વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. 25 વર્ષનાં નિક તેનાં માતા-પિતાની સાથે ગુરુવારનાં રોજ મુંબઇ આવી પહોચ્યો હતો. મુંબઇમાં નિક બીજી વખત આવ્યો છે. આ પહેલા તે જૂન મહિનામાં પ્રિયંકાનાં માતા-પિતાને મળવા આવ્યો હતો. તે સમયે તે બંન્ને ગોવા હોલીડે માટે ગયા હતા. તેટલું જ નહિ આ જોડી આ પહેલા અંબાની પરિવારની પાર્ટીમાં એકસાથે જોવા મળ્યા હતા.