loader

Breaking News


Home > National > ગંગા નદીની સફાઇને લઇને અનશન પર બેઠેલા પ્રો. જી.ડી.અગ્રવાલે ગુરુવારે લીધો અંતિમ સ્વાસ


Foto

ગંગા નદીની સફાઇને લઇને અનશન પર બેઠેલા પ્રો. જી.ડી.અગ્રવાલે ગુરુવારે લીધો અંતિમ સ્વાસ

Oct. 12, 2018, 12:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગંગા નદીને સ્વચ્છ કરવા પાછળ કેન્દ્ર સરકારે ઘણીવાર ઘોષણાઓ કરી છે. પરંતુ આજે પ્રશ્ન છે કે શું ગંગાને સ્વચ્છ કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી? જે ગંગા નદીની સફાઇ માટે છેલ્લા 110 દિવસથી અનશન પર બેઠેલા પ્રોફેસર જી.ડી.અગ્રવાલે ગુરુવારનાં દિવસે અંતિમ સ્વાસ લીધો હતો.પ્રોફેસર જી.ડી.અગ્રવાલને સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદનાં નામથી પણ ઓળખવામાં આવે છે. જેમણે ગંગાને અવિરત સુનિશ્ચિત કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધુ છે. તેમની માંગ હતી કે ગંગાની સહાયક નદી પર બની રહેલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બંધ કરવામાં આવે અને ગંગા પ્રોટેક્શન મેનેજમેન્ટ એક્ટ અમલમાં મુકવો જોઇએ. જો કે તેમણે માત્ર અનશન જ નહી પણ ગંગાને પુનર્જીવિત કરવા માટે જવાબદાર મંત્રીઓ અને પ્રધાનમંત્રીને ઘણીવાર પત્ર પણ લખ્યા હતા. જો કે તેમના કોઇ પણ પત્ર પર સંબંધિત અધિકારીઓ તરફથી કોઇ એવી પ્રતિક્રિયાઓ ન આવી જેની તેમણે આશા રાખી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર, પોરફેસર જી.ડી.અગ્રવાલ એક બુદ્ધિજીવીની સાથે સાથે ગંગા ભક્ત હતા, જે ચાહતા હતા કે સરકાર માત્ર પોતાના કરેલા વાયદાઓ પહેલા પૂરા કરે તો ઘણુ છે. પરંતુ સરકાર તરફથી કોઇ ખાસ ધ્યાન ન અપાતા તેમણે અનશન પર બેસવાની જરૂર પડી હતી.

પ્રોફેસર જી.ડી.અગ્રવાલ છેલ્લા 110 દિવસથી અનશન પર હતા, તે છતા તેમના અનશનને કેન્દ્રની સરકારે આંખ આડા કાન કર્યા હતા. આજે તે ગંગાપુત્ર આપણી વચ્ચે રહ્યા નથી. તેમના સમર્થકોનાં મતે પીએમ મોદી પ્રોફેસરની મૌતનું કારણ બન્યા છે, જો પીએમ મોદીએ સમયસર પ્રોફેસરની માંગને સ્વિકારી લીધી હોત તો આજે તે જીવંત આપણી સમક્ષ હોત, પરંતુ આ ગંદા રાજકારણમાં સાચા ગંગાપુત્રએ પોતાનો દેહ ગુમાવ્યો છે, જેને ઈતિહાસ હંમેશા યાદ રાખશે.