loader

Breaking News


Home > Gujarat > નવરાત્રિ વેકેશનને કારણે ૯થી ૧૨ની પરીક્ષામાં ફેરફાર થવાની શક્યતાં


Foto

નવરાત્રિ વેકેશનને કારણે ૯થી ૧૨ની પરીક્ષામાં ફેરફાર થવાની શક્યતાં

July 31, 2018, 4:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજય સરકારે નવરાત્રિમાં શાળા કોલેજોમાં વેકેશનની જાહેરાત કરી છે પરંતુ નવરાત્રિનાં વેકેશન દરમ્યાન શાળા કોલેજામાં પરીક્ષાઓ છે. ત્યારે નવરાત્રિ વેકેશનને લઈને શાળાની પરીક્ષાઓમાં ફેરફાર કરવો પડી શકે તેમ છે એટલે કે નવરાત્રિ વેકેશનને લઇને પરીક્ષાનાં સમયમાં ફેરફાર થઈ શકે છે.

નવરાત્રિનું વેકેશન તારીખ ૧૫થી ૨૧ ઓક્ટોબર સુધીની સરકારની જાહેરાત કરવામાં આવી છે. વેકેશનની જાહેરાત પહેલા અગાઉનાં પ્લાન મુજબ ધોરણ ૯થી ૧૨ની પ્રથમ સત્રની પરીક્ષા છે. ધોરણ ૯થી ૧૨ની ૧૯ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર દરમિયાન પરીક્ષા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ શાળાઓ સહિત કોલેજનાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ એવી જાહેરાત કરી હતી કે હવેથી નવરાત્રીમાં વિદ્યાર્થીઓને મિની વેકેશન મળશે. તેમજ આ વેકેશન આવતી નવરાત્રીમાં પણ લાગુ કરવામાં આવશે.