loader

Breaking News


Home > National > બંધ થઇ શકે છે ટાટા નેનોનું પ્રોડક્શન, જુનમાં ફક્ત ત્રણ નેનો જ વેચાઈ


Foto

બંધ થઇ શકે છે ટાટા નેનોનું પ્રોડક્શન, જુનમાં ફક્ત ત્રણ નેનો જ વેચાઈ

July 6, 2018, 12:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આમ આદમીનું સ્વપ્ન ગાણાનાર લાખ રૂપિયાની ટાટા નેનોનાં દિવસ હવે ભરાઈ ગયા છે. રતન ટાટાનાં આ ડ્રીમ પ્રોજેક્ટનું પ્રોડક્શન હવે ખત્મ થતું દેખાઈ રહ્યું છે. ટાટા મોટર્સ અનુસાર જુન ૨૦૧૮ માં ફક્ત એક જ નેનો કારનું પ્રોડક્શન થયું છે મતલબ એક જ કાર બનાવવામાં આવી છે ત્યારે તેના ભવિષ્ય પર સવાલ થઇ રહ્યાં છે. જો કે કંપનીએ જણાવ્યું છે કે નેનોનું ઉત્પાદન રોકવા બાબતે હજુ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

રતન ટાટાની સપનાની કારનું વેચાણ ગયા મહીને ફક્ત ત્રણ કારનું જ હતું. ટાટા મોટર્સે શેયર બજારોને જણાવી દીધું છે કે જુન મહિનામાં તેમણે નેનોની કોઈ નિકાસ નથી કરી. આંકડાઓની રીતે જુન ૨૦૧૮ નાં ફક્ત એક નેનો કાર બની છે તો જુન ૨૦૧૭ ૨૭૫ નેનો બની હતી, વધુમાં જુનમાં ત્રણ નેનો વેચાઈ હતી જયારે એક વર્ષ પહેલા જુન ૨૦૧૭ માં તે સંખ્યા ૧૬૭ ની હતી.