loader

Breaking News


Home > National > ડોકલામમાં ચીને ફરી રસ્તો બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો


Foto

ડોકલામમાં ચીને ફરી રસ્તો બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો

July 28, 2018, 3:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : ભારત સરકાર ભલે એવા ખુલાસા કરી રહી હોય કે ભારત સરહદને અડીને આવેલા ડોકલામમાં ચીનની કોઈ હિલચાલ નથી પણ હકીકત કંઈ અલગ જ લાગી રહી છે. અમેરિકાએ ડોકલામમાં ચીનની હિલચાલ થઈ રહી હોવાનો દાવો કર્યા બાદ એક ન્યુઝ ચેનલના અહેવાલમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ડોકલામમાં એજ પ્રોજેક્ટ ચીન ફરી શરુ કરવા જઈ રહી છે. જેનો ભારત સરકારે ગત જુન મહિનામાં વિરોધ કર્યો હતો.

આ પ્રોજેક્ટને લઈને ભારત અને ચીનના સૈનિકો ૭૩ દિવસ સુધી સામ સામે આવી ગયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં ચીને મોટા પાટે નિર્માણ કાર્ય શરુ કર્યુ છે.ચીન ૧૨ કિલોમીટર લાંબો રસ્તો બનાવવા માંગ છે જેથી ડોક લામને પોતાના ફોરવર્ડ મિલિટ્રી બેઝ યાતુંગ સાથે જોડી શકે. આ નિર્માણ કાર્ય માટે ૧૦ જેટલી ગાડીઓ મોજુદ છે.ભારતના સેટેલાઈટસથી કામગીરી છુપાવવા માટે પાંચ શેડ બનાવવામાં આવ્યા છે.