loader

Breaking News


Home > Bollywood > પદ્માવતી ફિલ્મનાં વિરોધથી જ ફિલ્મનું પ્રમોશન થઇ રહ્યુ છે.


Foto

પદ્માવતી ફિલ્મનાં વિરોધથી જ ફિલ્મનું પ્રમોશન થઇ રહ્યુ છે.

Nov. 20, 2017, 8:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : ફિલ્મ પદ્માવતીના વિરોધમાં આજે દેશનાં ઘણા રાજપુત સમાજનાં લોકો સામે આવી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આ વિરોધથી જ ફિલ્મને પ્રમોશન મળી રહ્યુ છે. આ ફિલ્મનું પ્રમોશન તે જ કરી રહ્યા છે કે જેમને આ ફિલ્મથી આપત્તિ છે. જો કે તેનો મતલબ એમ નથી કે તે લોકોને પૈસા આપીને આ પ્રમોશન કરાવવામાં આવી રહ્યુ છે, ના.. ના.. તે લોકો ખરેખરમાં ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમના વિરોધે જે આગ પકડી છે તેના કારણે હવે લોકોમાં ફિલ્મને જોવા માટેની ઉત્સુક્તા વધી છે.



પદ્માવતી ફિલ્મના પ્રમોશનને માત્ર વિવાદ નહી પરંતુ મીડિયા દ્ધારા પણ ઘણી મદદ મળી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. પદ્માવતી ફિલ્મને લઇને ચાલી રહેલા વિવાદમાં મીડિયા દ્ધારા વારંવાર તે વિવાદને બતાવવાથી તેનું પ્રમોશન વધુને વધુ થઇ રહ્યુ છે. પદ્માવતી ફિલ્મમાં પદ્માવતીનો રોલ કરનાર દિપિકા પાદુકોન આ ફિલ્મ અંગે કહી ચુકી છે કે આ ફિલ્મમાં તેના અને અલાઉદ્દીન ખિલજી સાથેના કોઇ સીન નથી. આ અંગે રાજપુત સમાજનાં આગેવાનો કહે છે કે આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે. પદ્માવતી ફિલ્મનાં વિરોધીઓ દ્ધારા ફિલ્મનાં નિર્માતા સંજય લીલા ભંસાલી પર આ અગાઉ ફિલ્મનાં સુટિંગ સમયે હુમલો પણ કરવામાં આવ્યો હતો અને સ્પષ્ટ રીતે તેમને કહેવામાં આવ્યુ હતુ કે ફિલ્મ બનાવે તે વાંધો નથી પરંતુ જે રીતે ઐતિહાસિક તથ્યો સાથે તેમણે અગાઉ ચેડા કર્યા છે તે પ્રમાણે કોઇ સીન આ ફિલ્મમાં નહોવા જોઇએ. જો કે નિર્માતા સંજયને ફિલ્મનું સુટિંગ પુરુ થતા જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે આ ફિલ્મનાં પ્રમોશનનું જ કામ થઇ રહ્યુ છે. જે લોકો આ પ્રકારની વિચારધારા સાથે વિરોધનાં વંટોળમાં કુદી પડ્યા છે તેને કોઇ કલ્પના જ નહી કરી હોય કે તે જે કરી રહ્યા છે તેમાં ફિલ્મનું પ્રમોશન થઇ રહ્યુ છે.

રાજપુત સમાજની માંગ છે કે ફિલ્મ પદ્માવતીમાંથી અમુક સીન કે જેમાં રાણી પદ્માવતી સાથે ખિલજીને બતાવવામાં આવ્યો છે તેને હટાવી દેવામાં આવે અને ત્યાર બાદ ફિલ્મને રિલિઝ કરવામાં આવે. જો કે આ બાબતે દિપિકાએ નિવેદન આપેલ છે કે આ ફિલ્મમાં તેમના અને રણવીરસિંહના એક પણ સીન એવા નથી કે તે જોતા કોઇને દુઃખ થાય. તે છતા લાગે છે કે ફિલ્મમાં રાણી પદ્માવતી સાથે ખિલજીનાં એક પણ સીન સીનેમાઘરોને પણ ભારે નુકશાન પહોચાડી શકે છે.