loader

Breaking News


Home > National > બાબા રામદેવે કરી લોકસભા 2019ની ભવિષ્યવાણી


Foto

બાબા રામદેવે કરી લોકસભા 2019ની ભવિષ્યવાણી

May 16, 2018, 12:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશની સૌથી મોટી પાર્ટી બીજેપી અને બીજી તરફ સૌથી જુની પાર્ટી કોંગ્રેસનું લક્ષ્ય 2019 લોકસભામાં જીત મેળવી સરકાર બનાવવાનું છે. રાજકીય નિષ્ણાંતોનાં મતે 2019ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ માટે જીત મેળવવી આસાન રહેશે નહી. બીજી તરફ દેશમાં વધી રહેલુ ભાજપ વિરોધી વલણને જોતા ભાજપ માટે પણ 2019ને હલકામાં લેવુ એક ભુલ કહેવાશે. 2019ની લોકસભા ચુંટણીનાં પ્રબળ દાવેદાર તરીકે બાબા રામદેવે એક ભવિષ્યવાણી કરી છે. તેમણે પોતાના અંદાજમાં કહ્યુ કે, કર્નાટકમાં જે પક્ષને જીત મળશે તે 2019ની ચુંટણી જીતવામાં પ્રબળ દાવેદાર રહેશે.



કર્નાટકનાં પરિણામો સામે આવતા બીજેપી સરકાર બનાવશે તે સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. પરંતુ તે પહેલા કર્નાટકમાં કરવામાં આવેલી રૈલીઓ અને ભાષણોમાં ભાષાનાં સ્તરને જે રીતે નીચે લાવવામાં આવેલ છે તે જોતા કહી શકાય છે કે આવનારા સમયમાં પણ આ સ્તર હજુ નીચે આવે તો કોઇ નવાઇ નહી. લોકસભાની ચુંટણીને હવે 1 વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે દેશની રાજનીતિમાં હવે બાબાઓ પણ મુખ્ય ભૂમિકામાં દેખાઇ રહ્યા છે. કર્નાટક ચુંટણીનાં પરિણામ જાહેર થયા પહેલા બાબ રામદેવે 2019ની ભવિષ્યવાણી કરી કર્નાટક ચુંટણીને મહત્વની બતાવી હતી. તેમણે કહ્યુ હતુ કે, કર્નાટકમાં જીત મેળવનાર પક્ષ આવનારા લોકસભાની ચુંટણીમાં જીતનો પ્રબળ દાવેદાર રહેશે.