loader

Breaking News


Home > Gujarat > રાજીનામાંની અફવા પાછળ સરકારને અસ્થિર કરવાનું કાવતરું, સાયબર ક્રાઈમને સોંપાઈ તપાસ : પ્રદીપસિંહ જાડેજા


Foto

રાજીનામાંની અફવા પાછળ સરકારને અસ્થિર કરવાનું કાવતરું, સાયબર ક્રાઈમને સોંપાઈ તપાસ : પ્રદીપસિંહ જાડેજા

June 16, 2018, 4:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં કેટલાક સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરકારમાંથી રાજીનામુ આપશે તેવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જેને કારણે સરકારે હવે આ મુદ્દે ઊંડી તપાસ કરવાનું મન બનવી દીધું છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આની પાછળ સરકારને અસ્થિર કરવાનું કાવતરું છે.

રાજ્યમાં છેલ્લાં ઘણા સમયથી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં રાજીનામાની અફવા ચાલી રહી છે જેને કારણે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેની તપાસ સાયબર ક્રાઇમને સોંપી છે. આ અફવા પાછળ કોંગ્રેસ, હાર્દિક પટેલ અથવા ભાજપના અસંતુષ્ટો હોવાની શક્યતા રહેલી છે.