loader

Breaking News


Home > National > એસસી-એસટી એક્ટનાં વિરોધમાં સવર્ણો દ્વારા આજે ભારત બંધ


Foto

એસસી-એસટી એક્ટનાં વિરોધમાં સવર્ણો દ્વારા આજે ભારત બંધ

Sept. 6, 2018, 8:22 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન કરી તેને મૂળ સ્વરૂપમાં સ્થાપિત કરવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટનાં નિર્ણયને ફેરવવા મુદ્દે આજે સવર્ણો દ્વારા ભારત બંધ કરવામાં આવ્યુ છે. આ ભારત બંધ કોઇ એક સંગઠન દ્વારા નહી પરંતુ દેશનાં અલગ-અલગ સંગઠનો દ્વારા કરવામાં આવ્યુ છે.



એસસી-એસટી એક્ટનાં વિરોધમાં સવર્ણો દ્વારા કરવામાં આવેલ ભારત બંધનાં કારણે મધ્ય પ્રદેશનાં દસ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. વળી બિહારનાં આરામાં સવર્ણોએ આરા રેલ્વે સ્ટેશનની નજીક લોકમાન્ય તિલક એક્સપ્રેસને રોકી દીધી છે. તેમણે એક સંકેત પણ આપ્યો છે કે જો એસસી-એસટી એક્ટનાં કાયદામાં જલ્દી જ કોઇ ફેરફાર કરવામાં નહી આવે તો આ આંદોલન અતિભયંકર સ્વરૂપ લઇ શકે છે. ભારત બંધને ધ્યાને લઇને દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં પોલીસની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે.