loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ ઝોનની વધુ ૩૩ ખાનગી શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર કરવામાં આવી


Foto

અમદાવાદ ઝોનની વધુ ૩૩ ખાનગી શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર કરવામાં આવી

April 21, 2018, 2:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ ઝોનની ૫ જિલ્લાઓની વધુ ૩૩ ખાનગી સ્કૂલોઓની પ્રોવિઝનલ ફી ની જાહેરાત આજે એફઆરસી( ફી રેગ્યુલેશન કમીટી) દ્વારા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, પાટણ, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની ૩૩ શાળાઓની ફી માં રૂ.૭૦૦થી રૂ.૪૬,૪૦૦ સુધીનો નોંધપાત્ર ઘટાડો કરાયો છે. જેમાં અમદાવાદ શહેરની ૫ શાળાઓની ફીમાં રૂ.૩૪૬૦થી રૂ.૪૪,૫૦૦ સુધીનો ઘટાડો કરાયો છે. એફઆરસી દ્વારા જાહેર કરાયેલી પ્રોવીઝનલ ફીને પગલે આજે વાલીઆલમમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.

આ પહેલાં અમદાવાદ ઝોનની ૧૫૩ શાળાઓની પ્રોવીઝનલ ફી એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવી હતી, જેમાં ગઇકાલે વધુ ૩૩ શાળાઓની પ્રોવીઝનલ ફી નક્કી થતાં હવે અમદાવાદ ઝોનની કુલ ૧૮૬ શાળાઓની પ્રોવીઝનલ ફી અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવી છે.

આ જ રીતે અગાઉ સુરત ફી નિયમન ઝોનલ કમીટી દ્વારા ૫૭ અને વડોદરા ફી નિયમન ઝોનલ કમીટી દ્વારા ૧૮ શાળાઓની પ્રોવીઝનલ ફી નક્કી કરવામાં આવી હતી. એફઆરસી દ્વારા નક્કી કરાયેલી પ્રોવીઝનલ ફી સામે સંબંધિત શાળાને વાંધો હોય તો તેમણે એક સપ્તાહમાં ફી નિયમન ઝોનલ કમીટી સમક્ષ પોતાની રજૂઆત કરવાની રહેશે.