loader

Breaking News


Home > Gujarat > દારૂની મહેફીલમાં પકડાયેલા ક્રાઇમ બ્રાંન્ચનાં PSI સસ્પેન્ડ


Foto

દારૂની મહેફીલમાં પકડાયેલા ક્રાઇમ બ્રાંન્ચનાં PSI સસ્પેન્ડ

July 27, 2018, 10:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સુરેન્દ્રનગરનાં મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાંથી અમદાવાદનાં વેપારીની દારૂની મહેફિલમાંથી રંગેહાથ ઝડપાયેલા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનાં પીએસઆઈ પી.સી.સિંગરખિયાને આખરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહેફિલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ અમદાવાદ પોલીસને રિપોર્ટ કર્યો હતો, જેને લઇ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમનાં પીએસઆઇને સસ્પેન્ડ કરાતાં અમદાવાદ સહિત રાજયનાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં પીએસઆઈ પી. એસ. સિંગરખિયા બે ડાંન્સર યુવતીઓ અને અન્ય યુવકો સાથે દાણીલીમડાનાં વેપારીની જન્મદિવસની સુરેન્દ્રનગર ખાતેનાં એક રિસોર્ટમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગરનાં મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાં બજાણા પોલીસે દરોડો પાડી કુલ ર૧ શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે દારૂ પીધેલાનો ગુનો દાખલ કરાયો હતો જ્યારે પીએસઆઈ સિંગરખિયા અને યુવતી સહિતનાં બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઈને જવા દેવામાં આવ્યા છે.