loader

Breaking News


Home > National > જનતાને રાહત, પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી


Foto

જનતાને રાહત, પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી

Oct. 30, 2018, 3:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દીલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવમાં ઘટાડાનો દોર આજે ૧૩માં દિવસે જારી રહ્યો હતો. તહેવારની સિઝનમાં ભાવમાં ઘટાડો થતા સામાન્ય લોકોને સતત રાહત થઇ રહી છે. પેટ્રોલની કિંમતમાં સતત ૧૩માં દિવસે અને ડીઝલની કિંમતમાં છઠ્ઠા દિવસે ઘટાડો થયો હતો.

આજે મંગળવારના દિવસે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ડીઝલની કિંમતમાં સાત પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા અને ડીઝલની કિંમત લીટરદીઠ ૭૫.૪૫ સુધી પહોંચી હતી. તે દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી.

પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઠ ૭૭.૫૬ રહી છે.