loader

Breaking News


Home > Bollywood > પંજાબી ગાયક સોનાક્ષી સિંહા સાથે ફિલ્મમાં ચમકશે


Foto

પંજાબી ગાયક સોનાક્ષી સિંહા સાથે ફિલ્મમાં ચમકશે

Dec. 16, 2017, 11:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : પંજાબી અભિનેતા અને ગાયક જસ્સી ગિલ હવે આનંદ એલ રાયની હેપ્પી ભાગ જાયેગી રિટર્ન્સમાં કામ કરવા જઇ રહ્યો છે. તે આ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે. આનંદ એલ રાયની ફિલ્મની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મનુ નિર્દેશનનુ કામ મુદ્દસર અજીજ કરનાર છે.

મુંબઇમાં હાલમાં શુટિંગ કરી રહેલા જસ્સીએ કહ્યુ છે કે જ્યારે પ્રોડક્શન હાઉસ તરફથી તેને કોલ આવ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગયો હતો. વર્ષ ૨૦૧૬માં સારી સફળતા હાંસલ કરનાર રોમકોમ અથવા તો મુળ ફિલ્મની સિક્વલ ફિલ્મ તૈયાર થઇ રહીછે. સોનાક્ષીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

જસ્સીએ માહિતી આપતા કહ્યુ છે કે મુદ્દસરે લેન્સર અન નખરે જેવા ગીતનુ શુટિંગ કરી દીધુ છે. ફિલ્મમા ચીનમાં કામ કરનાર એક પંજાબી યુવાનની ભૂમિકા તે અદા કરી રહ્યો છે. ફિલ્મનુ ૪૦ ટકા શુટિંગ હાલમાં પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે.

ફિલ્મમાં સોનાક્ષી ઉપરાંત ડાયના પેન્ટી, અલી ફજલ અને જીમ્મી શેરગીલની પણ મુખ્ય ભૂમિકા છે. હવે શુટિંગના આગામી તબક્કા માટે તમામ કલાકારો ચીન જનાર છે. જસ્સી ગિલે કહ્યુ છે કે શુટિંગના પ્રથમ દિવસે તે કેટલાક અંશે નર્વસ થયેલો હતો. કારણ કે તે એવા કલાકારો સાથે કામ કરી રહ્યો હતો જેને તે પહેલા માત્ર ફિલ્મોમાં જ જાયા છે.

જો કે તે ટુંક સમયમા સારી રીતે તમામમાં ગોઠવાઇ ગયો હતો. સોનાક્ષી અને જસ્સી બન્ને ફિલ્મને લઇને આશાવાદી છે. ૩૦ વર્ષીય સોનાક્ષી સિંહાનો મોટો ચાહક હોવાની કબુલાત પણ પંજાબી ગાયક દ્વારા કરવામાં આવી છે.

જસ્સીએ વર્ષ ૨૦૧૧માં આલ્બમ સાથે કેરિયરની શરૂઆત કરી હતી. તે અકીરા જેવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. સોનાક્ષીએ દબંગ સાથે પોતાની કેરિયરની શરૂ કરી હતી.

https://www.facebook.com/manavmitranews/