loader

Breaking News


Home > Bollywood > રેસ 3 ને પછાડી સંજુ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની, કમાણી 500 કરોડને પાર


Foto

રેસ 3 ને પછાડી સંજુ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની, કમાણી 500 કરોડને પાર

July 16, 2018, 5:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : રણબીર કપુર અભિનિત ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર એકપછી એક નવા રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મની કમાણી હવે વિશ્વભરમાં ૫૦૦.૪૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. જ્યારે એકલા ભારતમાં આ ફિલ્મની કમાણી ૩૦૦ કરોડથી વધારે થઇ ગઇ છે. હજુ ફિલ્મને ચાહકો પસંદ કરી રહ્યા છે. જેથી ફિલ્મ હજુ નવા આંકડા સુધી પહોંચી શકે છે.

ફિલ્મમાં સંજય દત્તની યાદગાર ભમિકા રણબીર કપુરે અદા કરી છે. રણબીરે ફરી એકવાર સાબિતી આપી દીધી છે કે તે યુવા પેઢીમાં સૌથી શ્રેષ્ઠ સ્ટાર તરીકે છે. ફિલ્મમાં ત્તેની સાથે પરેશ રાવલ, વિકી કોશલની પણ યાદદાર ભૂમિકા છે. ફિલ્મમાં ટુંકા રોલ માટે સોનમ કપુર અને દિયા મિરજાને પણ લેવામાં આવી છે. ઉપરાંત ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ કામ કરી રહી છે. ફિલ્મમાં રણબીર કપુરના રોલની ચારે બાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. સ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર બનેલી આ ફિલ્મ હજુ સફળતાના કેટલાક નવા રેકોર્ડ સર્જી શકે છે.

ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ રહી છે. આ ફિલ્મ સલમાન ખાનની રેસ-૩ને ખુબ પાછળ છોડી ચુકી છે. રેસ પણ સુપરહિટ સાબિત થઇ છે પરંતુ સંજુ તેના કરતા અનેક ગણી આગળ નિકળી ગઇ છે. સંજુ ફિલ્મમાં તમામ કલાકારો તેમની યાદગાર ભૂમિકા અદા કરી ચુક્યા છે. રણબીર કપુરની કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે પણ આને ગણવામાં આવે છે. તે કેરિયરમાં કેટલીક મોટી ફિલ્મ કરી ચુક્યો છે પરંતુ સંજુ તેની કેરિયરમાં હવે નવો વળાંક લાવી શકે છે.