loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર મહાત્મા મંદિર રોડ બન્યુ બાઇકરોનું રેસિંગ પ્લેસ, સ્થાનિકો માટે ભયજનક બન્યો વિસ્તાર


Foto

ગાંધીનગર મહાત્મા મંદિર રોડ બન્યુ બાઇકરોનું રેસિંગ પ્લેસ, સ્થાનિકો માટે ભયજનક બન્યો વિસ્તાર

June 25, 2018, 12:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં બાઇક સવાર યુવા વર્ગનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને મહાત્મા મંદિરનાં સમગ્ર વિસ્તારમાં બાઇકરો રાત્રીનાં સમયે સ્ટંન્ટ અને રેસિંગ કરતા જોવા મળે છે. રાત્રીનાં સમયે ફરવા માટે આવેલા લોકો આ બાઇકરોનાં સ્ટંન્ટ અને રેસિંગથી ડરી જતા તેમણે પોલીસને આ મામલે જાણ કરી હતી. જો કે પોલીસે આ મૌખિક ફરીયાદને ગંભીરતાથી લઇને મહાત્મા મંદિરની આસપાસનાં વિસ્તારમાં ચોંકી વધારી દીધી છે.



ગાંધીનગર જેવા શાંત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બાઇકરોનો ત્રાસ વધી જતા સ્થાનિકો રસ્તે જતા ડરનો અનુભવ કરી રહ્યા હોય તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. રાત્રે જમ્યા બાદ ફરવા માટે આવતા લોકોની ફરીયાદ છે કે બાઇકરોનાં સ્ટંન્ટથી તેમના બાળકો ડરી જાય છે અને રડવા લાગે છે. પોલીસને આ મામલે મૌખિક ફરીયાદ કરતા મિહિરભાઇ પરમારે જણાવ્યું હતુ કે, હુ મહાત્મા મંદિરથી વિધાનસભા જતા રોડ પર રોજ જમ્યા બાદ વૉક કરવા માટે નિકળુ છુ, જ્યા છેલ્લા કેટલાક સમયથી બાઇક સવાર બે થી ત્રણ ગ્રુપ છે જે અહી સ્ટંન્ટ અને રેસ લગાવે છે, જેથી વૉઇસ પોલ્યુશન તો થાય જ છે પણ સાથે લોકો ડરી પણ જાય છે. મિહિરભાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે, અહી આવતા બાઇકરો મોટાભાગનાં યુવા વર્ગનાં છે, જેમની પાસે બુલેટ, કેટીએમ જેવા રેસિેંગ બાઇક છે.