loader

Breaking News


Home > National > “Radhe Maa”નો ડાંસ કરતો વીડિયો થયો વાઇરલ


Foto

“Radhe Maa”નો ડાંસ કરતો વીડિયો થયો વાઇરલ

April 30, 2018, 7:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : માનવમિત્ર, નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં “Radhe Maa” નો ડાંસ વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. પોતાને દેવીનો અવતાર માનનાર રાધેમાંનો આ વીડિયો સોશિયલ મીડિયામાં મઝાકનો વિષય બની ગયો છે. આ વીડિયોમાં “Radhe Maa” ડાંસ કરતા જોવા મળે છે, જ્યારે તેમના ભક્તો આ ડાંસને તાળિયોથી વધાવી રહ્યા હોય તેવુ દેખાઇ રહ્યુ છે.



“Radhe Maa”નો આ વીડિયો એક લગ્ન પ્રસંગનો છે. આ વીડિયો જોવાની સાથે સાથે લોકો ઝડપથી શેયર પણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે “Radhe Maa” એક સ્ટેજ પર ડાંસ કરતી દેખાઇ રહી છે. તેમણે લાલ રંગનો પોષાક પહેરેલો છે. પોતાને દેવીનો અવતાર માનનાર “Radhe Maa”નું સાંચુ નામ સુખવિંદર કૌર છે. એક રિપોર્ટ મુજબ રાધેમાં અને વિવાદને કોઇને કોઇ છેડો અડતો રહે છે. મળતી માહિતી મુજબ તે ભક્તનાં ખોળામાં બેસવવા સુધીનાં પૈસા લે છે. એક સમયે લોકોનાં ઘરે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવનાર સુખવિંદર કૌર આજે દુનિયા સામે પોતાને દેવીનો અવતાર બતાવી રહી છે.