loader

Breaking News


Home > Bollywood > બોલિવુડમાં રાધિકા આપ્ટે સૌથી કુશળ સ્ટાર પૈકી એક


Foto

બોલિવુડમાં રાધિકા આપ્ટે સૌથી કુશળ સ્ટાર પૈકી એક

Sept. 25, 2018, 12:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડમાં અનેક નવી સ્ટાર પૈકી સેક્સી સ્ટાર રાધિકા પણ અલગ રીતે જ તરી આવે છે. રાધિકા આપ્ટે બોલિવુડમાં સૌથી કુશળ અભિનેત્રી પૈકી એક ગણવામાં આવે છે. બોલિવુડમાં સારા નિર્માતા નિર્દેશકો પણ માને છે કે રાધિકા એકમાત્ર એવી અભિનેત્રી છે કે કોઇ પણ પ્રકારનાં ગ્લેમર અને ગ્લેમર વગરનાં રોલ સારી રીતે અદા કરી શકે છે.



રાધિકાની એક્ટિંગ કુશળતાની નોંધ તો ફિલ્મી ચાહકો પહેલાથી જ અનેક ફિલ્મમાં લઇ ચુક્યા છે. તે સમાજનાં જુદા જુદા મુદ્દા પર પણ પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે રજૂ કરવા માટે જાણીતી રહી છે. વર્ષ ૨૦૧૫માં અનુરાગ કશ્યપની ફિલ્મને લઇને ક્લિપ ખુબ વાયરલ થઇ હતી. જેમાં રાધિકા આપ્ટે ન્યુડ નજરે પડે છે. આ વિડિયો સોશિયલ મિડિયા અને વોટ્‌સ એપ પર વાયરલ થયા બાદ તેની ચર્ચા રહી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૬માં રાધિકાની ફિલ્મ પાચર્ડમાંથી પણ એક સેક્સી સીનની ચર્ચા રહી હતી. જેમાં તેની સાથે આદિલ હુસૈન હતો. અલબત્ત રાધિકા આપ્ટે આ વિવાદાસ્પદ નિવેદનને લઇને વધારે મહત્વ આપતી નથી. તેનું કહેવુ છે કે આના કારણે તેમની ફેમિલી પર કોઇ અસર થતી નથી.

હાલમાં રાધિકાએ કહ્યુ હતુ કે તે આ પ્રકારની ક્લિપોને લઇને કોઇ ટેન્શન કરતી નથી. પરંતુ આવા સીનનાં કારણે તે વધારે સારી એક્ટિંગ કરી શકી છે. હાલમાં રાધિકા આપ્ટે અંધાધુંધ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તેની સાથે આયુષ્માન ખુરાના છે. વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી તબ્બુ પણ આ ફિલ્મમાં તેની સાથે કામ કરી રહી છે. રાધિકા આપ્ટે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે પરંતુ તે આ પ્રકારની ઇમેજને લઇને બિલકુલ પરેશાન રહેતી નથી.