loader

Breaking News


Home > National > ફરી પકડાયું રાફેલ મિનિસ્ટરનું જૂઠ, રક્ષામંત્રી રાજીનામુ આપે : રાહુલ ગાંધી


Foto

ફરી પકડાયું રાફેલ મિનિસ્ટરનું જૂઠ, રક્ષામંત્રી રાજીનામુ આપે : રાહુલ ગાંધી

Sept. 20, 2018, 12:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન સોદાને લઈને ફરી એક વાર મોદી સરકાર પર નિશાન તાક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને રક્ષામંત્રી નિર્મલા સિતારામન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે રાફેલ મિનિસ્ટર વારંવાર જૂઠ બોલી રહ્યા છે અને દરવખતે તેમનું જૂઠ પકડાઈ જાય છે.

રાહુલ ગાંધીએ પોતાનાં ટ્વિટમાં પૂર્વ HAL ચીફ ટીએસ રાજુના નિવેદનનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે રાજુએ રક્ષામંત્રીનું જૂઠ સામે લાવી દીધું કે HAL માં રાફેલ બનાવવાની ક્ષમતાં નથી. રક્ષામંત્રી અસ્થિર છે ત્યારે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તમને જણાવી દઈએ કે પૂર્વ HAL પ્રમુખ ટીએસ રાજુએ કહ્યું હતું કે સરકાર રાફેલ લડાકુ વિમાન ભારતમાં બનાવી શકતી હતી. જો હિંદુસ્તાન એરોનોટિક્સ ફોર્થ જનરેશનનું ફાઈટર જેટ 25 ટનનું સુખોઇ - 30 બનાવી શકે છે તો રાફેલ પણ બનાવી શકે છે.