loader

Breaking News


Home > National > Rafale Deal : રાહુલ ગાંધીનો આક્ષેપ - અંબાણીની કંપનીએ દૌસૌનાં પૈસે ખરીદી જમીન


Foto

Rafale Deal : રાહુલ ગાંધીનો આક્ષેપ - અંબાણીની કંપનીએ દૌસૌનાં પૈસે ખરીદી જમીન

Nov. 2, 2018, 2:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાફેલ મુદ્દા પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે શા માટે અનિલ અંબાણીની કંપનીને કરાર આપવામાં આવ્યો જ્યારે અનિલ અંબાણીની કંપની ખાધમાં કામ કરતી હતી, ત્યારે તેને શા માટે દૌસૌએ 284 કરોડ આપ્યા?

રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે અનિલ અંબાણીની કંપની પાસે જમીનની માલિકી પણ નહોતી દૌસૌએ જે પૈસા આપ્યા તેનાથી તેઓએ જમીન ખરીદી. અંબાણીની કંપનીને જાણીજોઈને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ સોદાને લીધે સીબીઆઇના વડાને દૂર કરવામાં આવ્યા હતા. કારણ કે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી વચ્ચે ભાગીદારી હતી, અમારું કાર્ય સમગ્ર દેશમાં સત્ય કહેવાનું છે.

રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે સમગ્ર ડીલમાં ફક્ત બે વ્યક્તિઓને જ ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે બે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પહેલાં દૌસૌએ કહ્યું હતું કે અનિલ અંબાણીની કંપની પાસે જમીન છે એટલા માટે તેમની સાથે સોદો કરવામાં આવ્યો હતો.