loader

Breaking News


Home > National > RBI ના બચાવમાં આવ્યાં રઘુરામ રાજન, કહ્યું - દેશહિતમાં છે આ આઝાદી


Foto

RBI ના બચાવમાં આવ્યાં રઘુરામ રાજન, કહ્યું - દેશહિતમાં છે આ આઝાદી

Nov. 6, 2018, 5:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ બબાલને કારણે એક બાજુ IMF એ ભારત સરકારને પીછેહઠ કરવાની સલાહ આપી છે ત્યારે બીજી બાજુ પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનું કહેવું છે કે એક સ્વતંત્ર અને સ્વાયત કેન્દ્રીય બેન્કથી દેશને ફાયદો જ પહોંચે છે.

એક બિઝનેસ ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યુ મુજબ રઘુરામ રાજનનું માનવું છે કે ભારત સરકાર અને કેન્દ્રીય રિઝર્વ બેન્ક વચ્ચે ચાલી રહેલ લડાઈ પર ત્યારે જ અંકુશ લાગી શકે છે જયારે બંને એકબીજાના ઈરાદા અને સ્વાયતતાનું સન્માન કરે. રાજને જણાવ્યું હતું કે જ્યાં સુધી સંભવ છે રિઝર્વ બેન્કની સ્વાયતતા જાળવી રાખવી દેશના હિતમાં છે અને તેવું કરવું તે પરંપરા રહી છે. ઉલ્લેખનીય છે કે હાલના ગવર્નર ઊર્જિત પટેલે સપ્ટેમ્બર 2016 માં રઘુરામ રાજન પાસેથી રિઝર્વ બેન્કનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું.