loader

Breaking News


Home > National > રાફેલ પર રાહુલ આક્રમક, શું ભાજપના મહાકુંભમાં આજે જવાબ આપશે PM મોદી ?


Foto

રાફેલ પર રાહુલ આક્રમક, શું ભાજપના મહાકુંભમાં આજે જવાબ આપશે PM મોદી ?

Sept. 25, 2018, 11:36 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાફેલ ડીલ પાર થયેલ વિવાદને કારણે કેન્દ્રની મોદી સરકાર બેકફૂટમાં આવેલ નજરે પડી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેરી રહી છે. રાહુલ ગાંધી સતત આ મુદ્દા પર નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવી રહયા છે અને હવે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી બ્યુગલ ફૂંકશે.

એવું નથી કે આ મુદ્દો સામે આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ સભાઓને સંબોધિત નથી કરી પરંતુ રાફેલ વિવાદ સામે આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી રેલી છે જે પ્રધાનમંત્રી સંબોધિત કરશે। હવે એ જોવું રસપ્રદ રહેશે કે રફાલ વિવાદ મુદ્દે ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદી પોતાનું મૌન તોડશે કે નહિ.

હકીકતમાં જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફ્રન્સ, રેલી, સોશિયલ મીડિયાના માધ્યમથી PM મોદીને ઘેરી રહ્યા છે તેનાથી સરકાર બેકફૂટ પર છે. સરકાર તરફથી નાણાંમંત્રી અરુણ જેટલી, રક્ષામંત્રી નિર્મલા સીતારામન સહીત દિગ્ગ્જ નેતાઓ આ મુદ્દે પોતાનું નિવેદન આપી ચુક્યા છે.