loader

Breaking News


Home > National > પીએમ મોદી પર રાહુલે કર્યા આકરા પ્રહારો, કહ્યુ મોટા ધંધાદારીઓને મદદ કરવા કરાઇ નોટબંદી


Foto

પીએમ મોદી પર રાહુલે કર્યા આકરા પ્રહારો, કહ્યુ મોટા ધંધાદારીઓને મદદ કરવા કરાઇ નોટબંદી

Sept. 1, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નોટબંદીને લઇને મોદી સરકાર પર ચારે દિશાથી પ્રહારો થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રેસ કોન્ફરંન્સમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી નોટબંદી પર સવાલો ઉઠાવતા કહ્યુ કે, આરબીઆઇએ નોટો ગણતરી કરી દીધી છે જેમા તેના આંકડા મુજબ 99.3 ટકા નાણું પાછું આવી ગયુ છે, તો સવાલએ બને છે કે જે કાળાનાણાની વાત પીએમ મોદી કરી રહ્યા હતા તે આખરે ગયુ ક્યા?



રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે, પીએમ મોદીએ યુવાઓને, નાના ધંધાદારી ,મિડલ ક્લાસ ધંધાદારીઓને વાયદો કર્યો હતો કે નોટબંદી કરીને કાળુ નાણું ગાયબ થઇ જશે, નકલી નોટ ખતમ થઇ જશે અને આતંકવાદ પર મોટી અસર થશે, પરંતુ થયુ શું કે નોટબંદી બાદ પૂરેપૂરું નાણું સીસ્ટમમાં પાછુ આવી ગયુ. તેમણે વધુમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાન મોદીજીએ કેમ કરી તેનું કારણ હુ તમને જણાવવા માંગુ છુ. મોદીજીએ સામાન્ય માણસનાં નાણાં નોટબંદી મારફતે લઇને પોતોના વહાલા એટલે કે તેમના મિત્ર જે 15-20 મોટા ધંધાદારીઓ છે તેમને આપ્યા. પીએમ મોદીજીએ કાળા નાણાંને સફેદમાં ફેરવવાનું કામ કર્યુ.

રાહુલે પીએમ મોદી પર તંજ કસતા કહ્યુ કે, મોદીજીએ સાચું જ કહ્યુ હતુ કે, જે 70 વર્ષોમાં થયુ નથી, જે કોઇ કરી શક્યુ નહી, તે નિર્ણય પીએમ મોદીજીએ લીધો અને દેશનાં અર્થતંત્રને વેર વિખેર કરી નાખ્યો. હવે મોદીજીને જવાબ તો આપવો જ પડશે કે તેમણે આ કેમ કર્યુ? સાથે તેમણે પત્રકારોનાં સવાલ પર અનિલ અંબાણીને પણ આડેહાથ લેતા કહ્યુ કે, અનિલ અંબાણીએ કોંગ્રેસ પાર્ટી પર માનહાનીનો દાવો કરી દીધો છે તેને અમે આવકારીએ છીએ, જેટલા માનહાનીનાં દાવા કરવા હોય તે અનિલ અંબાણી કરી શકે છે. રાહુલે કહ્યુ કે, માનહાની કરવાથી કોઇ સચ્ચાઇ બદલવાની નથી. સાથે રાહુલે કીધુ કે પીએમ મોદીજીએ આ નિર્ણયને લઇને દેશની જનતા સમક્ષ આવીને કહેવુ જોઇએ કે તેમણે આ પગલુ લેવાની જરૂર કેમ પડી?